રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
વાવ-થરાદ8 જુલાઈ, 2026| Super Admin

ભાભર પોલીસને મોટી સફળતા: અપહરણ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

ભાભર પોલીસને મોટી સફળતા: અપહરણ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

ભોગ બનનારને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરાવી

ભાભર તાલુકાની એક સગીરાને એક આરોપી બગાડી ગયો હતો. પોલીસે અપહરણ નો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી છતાં લાંબા સમયથી પકડાતો ન હતો  ભાભર પોલીસે અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીને પકડી પાડી આરોપીના સંકજામાંથી ભોગ બનનાર સગીરાને છોડાવી આરોપીને ભાભર પોલીસે આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાવ થરાદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એલ જોષી, પીએસઆઈ એમ.એ. આજરા,પેરોલ ફલો સ્કોડ  સહિત અલગ અલગ પોલીસ ટીમો બનાવી ટેકનિકલ, સર્વેલનસ તેમજ હ્યુમન સેસીગના ઉપયોગથી ભાભર પોલીસ સ્ટેશન ના અપહરણના ગુનાનો આરોપી શ્રવણ લાલજી ઠાકોર રહે ધાડવડા તા. દિયોદર અને ભોગ બનનારને શોધી કાઢવા પોલીસ પ્રયત્નશીલ હતી. પરંતુ આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો. ત્યારે ભાભર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ભાભર પોલીસે બાતમીના આધારે આજે જંબુસર જી. ભરૂચ થી આરોપી અને અપહરણ કરેલી સગીરાને પકડી પાડી ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવી ભોગ બનનારને આરોપીનાં સંકજામાંથી છોડાવી અને આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ટેગ્સ:#Bhabhar Police

સંબંધિત સમાચાર