રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ4 ઑગસ્ટ, 2026| Super Admin

ભાભર પોલીસે ફરાર આરોપીને અસાણા ગામ પાસેથી ઝડપી પાડ્યો

ભાભર પોલીસે ફરાર આરોપીને અસાણા ગામ પાસેથી ઝડપી પાડ્યો

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસમાં એક વર્ષ કેદની સજા ફટકારાઈ હતી

ભાભર પોલીસે ફરાર આરોપીઓની વોચ દરમિયાન અસાણા ગામ પાસેથી ક્રિમિનલ કેસમાં સજા પામેલા ફરાર આરોપી રોહિતકુમાર વિનોદકુમાર સોની (ઉં.વ. 33) ને ઝડપી પાડ્યો હતો. આરોપી ભાભર કોર્ટના ક્રિમિનલ કેસમાં દોષિત ઠર્યો હતો.

મળતી માહિતી મુજબ, આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 તથા 142 હેઠળ કેસ નોંધાયો હતો. આ કેસમાં ભાભર કોર્ટે રોહિતકુમારને એક વર્ષની સાદી કેદ તથા રૂ.10,000 ના દંડની સજા ફટકારી હતી. દંડની રકમ નહીં ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.

દરમિયાન ભાભર પોલીસ સ્ટાફ ફરાર આરોપીઓની શોધખોળ અને વોચમાં હતો. તે સમયે અસાણા ગામ પાસેથી રોહિતકુમાર સોની મળી આવતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી મૂળ ભાભરની મોચી શેરીનો રહેવાસી છે અને હાલ થરાદની ગાયત્રીનગર સોસાયટીમાં રહે છે.

ટેગ્સ:#Bhabhar Police

સંબંધિત સમાચાર