રાત્રીના સમયે વતન કપરૂપુર આવેલા હોવાની પોલીસને બાતમી મળતાં ઝડપી લીધા
ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના મારામારી ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ભાભર પોલીસ ટીમ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાભર પોલીસ સ્ટેશન પી.આઈ એચ.એલ. જોષી તેમની ટીમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તા૧૨/૬/૨૬ થી તા૨૧/૬/૨૬ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા ની ડ્રાઈવ અંતર્ગત ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ કામગીરીમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોએ હ્યુમન સોસ અને ટેકનોલોજી સર્વેલનસ ની મદદથી હકીકત મેળવી છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતાં આરોપીઓ (૧) વિક્રમસિંહ ભાદર સિંહ રાઠોડ, (૨) ડુંગરસિંહ જીવલસિંહ રાઠોડ અને (૩) જબ્બરસિંહ ભગવાનસિંહ રાઠોડ તમામ રહે કપરૂપુર વાળાઓને ગત્ રાત્રે પોતાના વતન કપરૂપુર ઘરે આવેલા હોવાની બાતમી આધારે કપરૂપુરથી ઝડપી લીધા હતા. પોલીસે ભાભર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





