રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ9 જુલાઈ, 2026| Super Admin

ભાભર નગરપાલિકા: પ્રિ-મોન્સૂન કામગીરી અંગે અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ

ભાભર નગરપાલિકા: પ્રિ-મોન્સૂન કામગીરી અંગે અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા આગોતરું આયોજન

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ભાભર નગરપાલિકા હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વરસાદી મોસમ દરમિયાન નગરજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને જરૂરી સેવાઓ અસરકારક રીતે ઉપલબ્ધ રહે તે માટે આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ભારે વરસાદને કારણે ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તેનો તાત્કાલિક નિકાલ કેવી રીતે કરવો, ડ્રેનેજ વ્યવસ્થા કાર્યરત રાખવી તેમજ સંબંધિત વિભાગો વચ્ચે સંકલનથી કામગીરી હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ચોમાસામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ કામગીરી વધુ સઘન બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ભાભર નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી, ભાજપ ભાભર શહેર પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે ચોમાસા દરમિયાન પાણી ભરાવા, સફાઈ અને આરોગ્ય સેવાઓ અંગે તંત્ર સંપૂર્ણ સજ્જ રહે તેમજ નગરજનોને સમયસર અને અસરકારક સેવાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર