રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓને એવોર્ડથી નવાજવામાં આવી

બનાસકાંઠામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓને એવોર્ડથી નવાજવામાં આવી

સમગ્ર શિક્ષા, ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ, બનાસકાંઠા દ્વારા આયોજિત "જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫" અંતર્ગત આજરોજ કનુભાઈ મહેતા હોલ,પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં દાંતીવાડા તાલુકાની પી.એમ. ઉત્તમપુરા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે, ભાભર તાલુકાની પી.એમ. કુવાળા પે.કેન્દ્ર શાળા દ્વિતીય ક્રમે તથા ડીસા તાલુકાની ધરપડા પ્રાથમિક શાળા તૃતીય ક્રમે વિજેતા બની હતી. જિલ્લા કક્ષાએ માધ્યમિક વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં દાંતીવાડા તાલુકાની મોડેલ ડે સ્કુલ ઉત્તમપુરા પ્રથમ ક્રમે, ભાભર તાલુકાની સરકારી માધ્યમિક શાળા, બલોધણ દ્વિતીય ક્રમે તથા લોક નિકેતન વિનય મંદિર, લવાણા તૃતીય ક્રમે વિજેતા બની હતી. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં શહેરી કેટેગરીમાં ધાનેરા તાલુકાની ધાનેરા પ્રાથમિક શાળા-૧ પ્રથમ ક્રમે તથા માધ્યમિક વિભાગમાં શહેરી કેટેગરીમાં ડીસા તાલુકાની ડી.એન.જે.હાઈ સ્કુલ અને ઓ.એમ.અગ્રવાલ આદર્શ હાઈ સ્કુલ, ડીસા પ્રથમ ક્રમે વિજેતા બની હતી. જેમાં પ્રથમ ક્રમને રૂ.૩૧,૦૦૦/-, દ્વિતીય ક્રમને રૂ. ૨૧,૦૦૦/- અને તૃતીય ક્રમને રૂ. ૧૧,૦૦૦/- રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.

સંબંધિત સમાચાર