રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જૂન, 2025| Super Admin

બેંક ઓફ બરોડા દ્વારા પાલનપુર અને વાઘરોલ ખાતે સફાઈ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

બેંક ઓફ બરોડા દ્વારા પાલનપુર અને વાઘરોલ ખાતે સફાઈ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘરોલ ખાતે ૪૫ છોડનું વાવેતર કરી જાળી સાથે સુરક્ષિત કરાયા; દર વર્ષે ૫ મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે. ચાલુ વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બેંક ઓફ બરોડા દ્વારા પાલનપુર અને દાંતીવાડા તાલુકાના વાઘરોલ ખાતે સફાઈ ઝુંબેશ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસ, કલેક્ટર કચેરી ખાતે આવેલા પાર્કમાં સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં બેંકના કર્મચારીઓ અને નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે પાર્કની સફાઈ કરી હતી. આ સાથે દાંતીવાડા તાલુકાના વાઘરોલ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૫ છોડનું વાવેતર કરી જાળી લગાવીને સુરક્ષિત કરાયા હતા.

સંબંધિત સમાચાર