પાલનપુર-ડીસા હાઈવે પર આવેલા ચડોતર ઓવરબ્રિજ ઉપર આજે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, RTO વિભાગની સરકારી ગાડી અચાનક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીમાં સવાર બે થી ત્રણ RTO કર્મીઓને ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઇજાગ્રસ્ત કર્મીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાથમિક રીતે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. RTOની ગાડી અચાનક ડિવાઈડર સાથે કેવી રીતે અથડાઈ તે અંગે અનેકવિધ ચર્ચાઓ વચ્ચે અકસ્માત અંગેનું રહસ્ય અકબંધ રહ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.





