રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા14 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં દિવસભર આકરી ગરમી વચ્ચે બપોરના સમયે આકસ્મિક વાતાવરણમાં પલટો

બનાસકાંઠા જિલ્લામાં દિવસભર આકરી ગરમી વચ્ચે બપોરના સમયે આકસ્મિક વાતાવરણમાં પલટો
જીલ્લાના કેટલાક ભાગોમાં વરસાદના અમી છાંટણા થયા  વાતાવરણ બદલાતા જગતનો તાત ચિંતિત નૈઋત્યનું ચોમાસુ ક્યારે આવશે તેને લઈને સૌ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તેની વચ્ચે હવે બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારના બપોર બાદ વાતાવરણમાં પલટો આવતો જોવા મળ્યો હતો દિવસભર આકરી ગરમી વચ્ચે બપોરના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા શરૂ થયા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૧૫ જૂન સુધી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ કે વરસાદ પડવાની શક્યતાઓ છે. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા બપોર બાદ વાદળા ગોરંભાતા વરસાદના અમીછાંટણા હતા. જોકે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ સામાન્ય રીતે 15 જૂનથી થતો હોય છે. આમ ચોમાસાની સિઝનને બે દિવસ બાકી છે ત્યારે હવે લાગે છે કે, સમયસર ચોમાસા ની ધડીઓ ગણાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્ય માં વિધિવત રીતે ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે જેને લઇ કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થયાના પણ અહેવાલો મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદ નું આગમન થઇ શકે છે. વાતાવરણમાં અકસ્મિક પલટો આવતાં જગતના તાત માં ચિંતાનો માહોલ; બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ઉનાળુ સીઝન લેવાની કામગીરી ચાલી રહી છે તેવા સમયે અચાનક આકસ્મિક પલટો આવતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છોટા શરૂ થતા ખેડૂત વર્ગ દોડતો થઈ ગયો હતો ખેતરોમાં પડેલા પાકને વરસાદ થી બચાવવા મહેનત કરવી પડી હતી જોકે માત્ર અમી છાંટણા થતા હાશકારો અનુભવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં 19 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી; નૈઋત્ય ચોમાસુ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી 19 જૂન સુધી ગાજવીજ સાથે હળવા થી મધ્યમ  વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

સંબંધિત સમાચાર