રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2026| Super Admin

બનાસ જનરલ હોસ્પિટલની કમાલ: પાંચ વર્ષથી અસહ્ય પીડા ભોગવતી મહિલાને મળી મુક્તિ

બનાસ જનરલ હોસ્પિટલની કમાલ: પાંચ વર્ષથી અસહ્ય પીડા ભોગવતી મહિલાને મળી મુક્તિ

સારવારથી પ્રભાવિત પરિવારે 51 હજારનું દાન અર્પણ કર્યું

દાંતીવાડા તાલુકાના જેગોલ ગામની 35 વર્ષીય લીલાબેન જેગોડા છેલ્લા પાંચ વર્ષથી પેશાબ સંબંધિત ગંભીર તકલીફથી પીડાઈ રહ્યા હતા. ડીસા, પાલનપુર અને અમદાવાદની અનેક ખાનગી હોસ્પિટલોમાં સારવાર અને લાખો રૂપિયાનો ખર્ચ છતાં રાહત મળી નહોતી.

બાદમાં બનાસ જનરલ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરવામાં આવી. સંપૂર્ણ તપાસ બાદ વિશેષ ઇન્જેક્શન અને દવાઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી. પ્રથમ સારવારથી જ નોંધપાત્ર રાહત મળી અને કોર્સ પૂર્ણ થતા લીલાબેન સંપૂર્ણ સ્વસ્થ બન્યા.

વર્ષોની પીડામાંથી મુક્તિ મળતાં પરિવારજનોએ બનાસ જનરલ હોસ્પિટલની સેવાથી પ્રભાવિત થઈ શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને રૂ.51 હજારનું દાન અર્પણ કર્યું, જેથી અન્ય દર્દીઓને પણ લાભ મળી શકે. લીલાબેને હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે યોગ્ય નિદાન, અનુભવી સારવાર અને માનવીય અભિગમથી તેમને નવી જિંદગી મળી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર