રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણમાં લગાવેલા દેવી દેવતાઓ ના ફોટા - તકતીઓને બજરંગ દળના કાર્યકરો એ દુર કરી

પાટણમાં લગાવેલા દેવી દેવતાઓ ના ફોટા - તકતીઓને બજરંગ દળના કાર્યકરો એ દુર કરી
હિન્દુ દેવી-દેવતાઓ ના ફોટા તકતીઓ પર લોકો ગંદકી કરતાં હોય હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચતા અભિયાન હાથ ધર્યું; પાટણ માં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા રવિવારે શહેરના કોમ્પલેક્ષો અને બિલ્ડીંગો સહિત જાહેર માગૅ પર લગાવેલા દેવી દેવતાઓના ફોટાઓ, તકતીઓ કે જે હિન્દુ ઓની લાગણી ને ઠેશ પહોંચાડવાની સાથે સાથે હિન્દુઓ માટે અપમાનજનક હોય તેવા ફોટાઓ અને તકતીઓના વિરોધમાં જાહેર માગૅ પર નિકળી તેને દુર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પાટણ માં બજરંગ દળ દ્વારા શહેરમાં આવેલા વિવિધ કૉમ્પ્લેક્સ અને શોપિંગ સેન્ટરો તેમજ બિલ્ડીંગો ની સીડીઓમાં લગાવેલા દેવી-દેવતાઓના ફોટા દૂર કરી પોતાની  હિન્દુત્વની લાગણીઓને ઉજાગર કરી હતી.  બજરંગ દળ ના કાર્યકરોએ શહેરમાં આવેલ દેવદર્શન કોમ્પ્લેક્સ સહિત ના કોમ્પલેક્ષની સીડીઓમાં લગાવેલા દેવી-દેવતાઓના ફોટાઓ અને તકતીઓ કે જેની ઉપર લોકો એ પાનની પિચકારી મારી તેનું અપમાન કર્યું હોય તેવા તમામ ફોટાઓ અને ટાઇલ્સ ની તકતીઓ દુર કરી હતી.બજરંગ દળ ના કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં હિન્દુ પ્રેમી યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને રેલી સ્વરૂપે શહેરના માગૅ પરથી નિકળી આ અભિયાનને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.

સંબંધિત સમાચાર