રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા25 માર્ચ, 2025| Super Admin

હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ

હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ
વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે હિંમતનગરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની સિવિલ હોસ્પિટલથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને ટાવર ચોક થઈ પરત ફરી હતી. રેલીમાં સહભાગીઓએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વર્ષ 2025ની વિશ્વ ટીબી દિવસની થીમ "Yes! We Can End TB: Commit, Invest, Deliver" છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત અને જિલ્લા ક્ષય કેન્દ્ર હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ અને હિંમતનગર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ફાલ્ગુનીબેન પરમારે જણાવ્યું કે, ટીબીથી સાજા થયેલા દર્દીઓને ટીબી ચેમ્પિયન તરીકે તૈયાર કરવામાં આવે છે. આ ચેમ્પિયન્સ લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવે છે અને ટીબી અંગેની ગેરમાન્યતાઓ દूર કરવામાં મદદ કરે છે. વર્ષ 2024માં સાબરકાંઠા જિલ્લામાં 4732 ટીબીના કેસો નોંધાયા છે. તેમાંથી 4128 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2912 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં સારવાર સફળતા દર 91 ટકા છે. વર્ષ 2024માં 3722 ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર