રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા18 જુલાઈ, 2025| Super Admin

ટોકરિયા ગામે પકડ વોરંટની બજવણી કરવા ગયેલ ગઢ પોલીસ ઉપર હુમલો...!

ટોકરિયા ગામે પકડ વોરંટની બજવણી કરવા ગયેલ ગઢ પોલીસ ઉપર હુમલો...!
ગઢ પોલીસ મથકના ટોકરિયા ગામના ઇન્ચાર્જ એ.એસ.આઈ. ઉપર ધારીયા વડે હુમલો કરીને હાથની આંગળી ઉપર ઇજા પહોંચાડી એક જ પરિવારના બે ભાઈ અને બહેને હુમલો કરીને તેમના ઘરેથી ભાગી જવાની પોલીસને ધમકી આપી; પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથક વિસ્તારમાં આવતા ટોકરિયા ગામમાં જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં ટોકરિયા ગામનાં ઇન્ચાર્જ બીટ જમાદાર અને બીટ સ્ટાફ પકડ વોરંટની બજવણી કરવા ગયેલ પોલીસ ટિમ ઉપર એક પરિવારના બે ભાઈ અને એક બહેને લાકડી ધારીયા જેવા હથિયારો સાથે હુમલો કરી ઇન્ચાર્જ બીટ જમાદારને ઇજાગ્રસ્ત કરતાં ચકચાર મચી જવા પામી છે. જ્યાં ઇજાગ્રસ્ત બીટ જમાદારે ફરજ ઉપર રુકાવટ બદલ ગઢ પોલિસ મથકે આ ત્રણ ભાઈ બહેન ઉપર ફરિયાદ નોંધાવી છે.ગઢ પોલીસે ત્રણેય ભાઈ બહેનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે ગઢ પોલીસ મથકના ઇન્ચાર્જ બીટ જમાદાર મોંઘજીભાઈ વિરસંગભાઈ બુધવારે સાંજે ટોકરિયા બીટના સ્ટાફ સાથે પકડ વોરંટની બજવણી કરવા માટે ગયાં હતાં. અરજદાર બાબુભાઇ ચેલાભાઈ ભીલની અરજી તપાસ માટે ગામમાં ગયા હતાં.દરમિયાન ગામના શંકરભાઇ ઉર્ફ પ્રકાશભાઈ કાળુભાઇ ભીલ, રણછોડભાઈ કાળુભાઇ ભીલ, ગીતાબેન કાળુભાઇ ભીલ આ ત્રણેય આવીને કહેવા લાગ્યાં કે અમારા ઘર આગળ કેમ ઉભા છો.અમારા ઘર આગળ પોલીસ ન ચાલે ?તેમ કહેતા પોલીસે કહ્યું કે અમો પકડ વોરંટની બજવણી કરવા આવ્યાં છીએ તેમ કહેતાં તેઓએ ઘરમાં જઈને ધારીયું લાકડી લઈને હુમલો કરતાં ઇન્ચાર્જ બીટ જમદારને ઇજાઓ પહોંચાડી હતી.જ્યાં ફરજ ઉપર રુકાવટ બદલ ગઢ પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરજ ઉપર રુકાવટ બદલ ગુન્હો નોંધી ત્રણેયની ગઢ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર