રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 ડિસેમ્બર, 2024| Super Admin

ત્રણ પુત્રીઓના અપહરણને લઈને પોલીસની દોડધામ અંતે સમી પાસેથી હેમખેમ મળી આવતાં પરિવારે રાહત અનુભવી

ત્રણ પુત્રીઓના અપહરણને લઈને પોલીસની દોડધામ અંતે સમી પાસેથી હેમખેમ મળી આવતાં પરિવારે રાહત અનુભવી
થરાદના વામી ગામના મગનભાઈ પીરાભાઈ પરમારએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ સોમવારે પોતાના પુત્ર સાથે મોટરસાયકલ પર થરાદ જવા નીકળેલ હતા. આ વખતે તેમની પત્ની અને બે સગીર સહિત ત્રણ પુત્રીઓ તેમના ઘરે હતી. આ વખતે બપોરના સુમારે તેમના પત્નીએ ફોનથી જણાવેલ કે તેણી ગામમાં દરણું દળાવવા ગયેલ હતાં અને પરત આવતા ત્રણેય દીકરીઓ ઘરે જોવા મળતી નથી આજુબાજુ તથા ખેતરોમાં શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. આથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેઓનું અપહરણ કરી લઈ ગયેલ હોવાની આશંકાએ થરાદ પોલીસ મથકમાં જાણ કરી હતી. આથી પોલીસે  અજાણ્યા વ્યક્તિ સામે પુત્રીઓનું અપહરણ કર્યાનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ કંટ્રોલરૂમમાં જાણ કરી થરાદ અને આજુબાજુના રસ્તાઓ સહિત નાકાબંધી કરી કેટલીક ટીમો બનાવી હતી. અને રાજસ્થાનમાં પણ દોડી જઇને શોધખોળ હાથ ધરી હતી.જોકે બુધવારે સાંજે આ ત્રણેય પુત્રીઓને પાટણ જીલ્લાની સમી પોલીસને મળતાં તેમના દ્વારા રોકી રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, જેમનો થરાદ પોલીસ કબજો લેવા માટે રવાના થઈ હતી. બનાવના પગલે થરાદ સહિત બનાસકાંઠાની પોલીસમાં ભારે દોડધામ પ્રસરી જવા પામી હતી. બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ ત્રણેય પુત્રીઓના ફોટા સાથે કોઈને ભાળ મળે તો તાત્કાલિક તેમના પરિવારનો સંપર્ક કરવા નંબર્સ સાથેની વિનંતીઓ પણ વાયરલ કરવામાં આવી હતી. આખરે પ્રાથમિક દષ્ટીએ આવી અપહરણની ઘટના ન હોવાનું પ્રતિત થતાં પોલીસ સહિત પ્રજાજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન ચિઠ્ઠી મળ્યાની ચર્ચા: પોલીસસુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે પોલીસે આ ત્રણેય ગુમ દીકરીઓના ઘરે તપાસ કરતાં એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં પારિવારિક કારણોસર તેઓ કેનાલમાં પડવા જઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું આથી પોલીસ દ્વારા ટીમ બનાવીને કેનાલ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.જો કે ત્રણેય દિકરીઓને પોલીસમથકમાં લવાયા બાદ સાચી હકીકત બહાર આવશે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર