રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ26 ફેબ્રુઆરી, 2026| Super Admin

સિદ્ધપુરના સુજાણપુર હેલીપેડ ખાતે રૂ. 1.87 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું

સિદ્ધપુરના સુજાણપુર હેલીપેડ ખાતે રૂ. 1.87 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફર્યું
સિદ્ધપુર પોલીસ દ્વારા વિવિધ ગુનામાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસે વિવિધ ગુનામાં જપ્ત કરેલ રૂ.1.87 કરોડના વિદેશી દારૂના જથ્થાનો ગુરૂવારે સુજાણપુર હેલીપેડ ખાતે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આશરે 32 હજાર જેટલી વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સિદ્ધપુર પોલીસે વિવિધ ગુનાઓમાં પકડેલ મુદ્દામાલના નિકાલ માટે નામદાર કોર્ટમાંથી જરૂરી હુકમો મેળવવામાં આવ્યા હતા.અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.જે બાદ ગુરૂવારે 31,987 બોટલ વિદેશી દારૂ અને બીયરના ટીનનો નાશ કરાયો હતો. નાશ કરાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.1,86,89,834 થાય છે. આ કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમિતિ હાજર રહી હતી. સમિતિના અધ્યક્ષ તરીકે સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ સિદ્ધપુર જય બારોટ, નશા બંધી અને આબકારી વિભાગ પાટણના અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.    

સંબંધિત સમાચાર