રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત9 મે, 2025| Super Admin

ખ્યાતિ હોસ્પિટલકાંડના કેસમાં ત્રણ આરોપીઓના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા

ખ્યાતિ હોસ્પિટલકાંડના કેસમાં ત્રણ આરોપીઓના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા

(જી.એન.એસ) તા. 8

અમદાવાદ,

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ખોટા ઓપરેશન કરીને ગજવું ભરતા ડો. પ્રશાંત વજીરાનીને હાઇકોર્ટમાંથી રાહત નહીં. ડો. પ્રશાંત વજીરાનીને રાહતના આપવાનો હાઇકોર્ટે કર્યો ઇનકાર. બીજી તરફ સંબંધિત કેસ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટ કાર્યવાહીમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

થોડા સમય પહેલા અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ સામે આવ્યું હતું.જેમાં પૈસા માટે દર્દીઓને બીનજરૂરી ચીરી નાંખવામાં આવતા હતા.આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને એક પછી એક આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા અને તમામ વિરૂદ્ધ નિર્દોષ લોકોને ફસાવાનો આરોપ લાગ્યો હતો. હવે આ કેસમાં 3 આરોપીને જામીન મળ્યા છે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ખોટા ઓપરેશન કરનાર ડો. પ્રશાંત વજીરાનીને કોર્ટમાં કોઇ રાહત મળી નથી.તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારી, ડો.સંજય પટોળીયા અને રાહુલ જૈને HCમાં રેગ્યુલર જામીન અરજી હતી. આ ત્રણેય આરોપીઓ કેસમાં બાંહધરી આપવાની ખાતરી આપી છે અને અગાઉ ટ્રાયલ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના SG હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જેમાં ભોળા લોકોને અંધારામાં રાખીને સરકારી યોજનાનો લાભ લઈને પૈસા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું હતું.જેમાં તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત હતું અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ સમગ્ર કારસ્તાનના મુખ્ય સૂત્રધાર ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત હતા.



Source link

સંબંધિત સમાચાર