રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય7 મે, 2025| Super Admin

આશા છે કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ પોતાના મતભેદોને દૂર કરી, દ્વીપક્ષીય આધારે શાંતિપૂર્ણ, રાજકીય અને વ્યૂહનૈતિક રૂપે સમાધાન કરાશે: મારિયા ઝાખારોવા

આશા છે કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ પોતાના મતભેદોને દૂર કરી, દ્વીપક્ષીય આધારે શાંતિપૂર્ણ, રાજકીય અને વ્યૂહનૈતિક રૂપે સમાધાન કરાશે: મારિયા ઝાખારોવા

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનને હચમચાવ્યા બાદ રશિયાએ આપી પહેલી પ્રતિક્રિયા

(જી.એન.એસ) તા. 7

મોસ્કો,

ભારત તરફથી પાકિસ્તાન કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ રશિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં રશિયાએ બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું હતું કે, ‘પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સૈન્ય અથડામણથી અમે ખૂબ ચિંતિત છીએ. રશિયા આતંકવાદની નિંદા કરે છે અને તેના તમામ સ્વરૂપોનો વિરોધ કરે છે. રશિયા આવા તમામ આંતકીઓનો સામનો કરવા વિશ્વ સમુદાયના પ્રયાસોનો એકજૂટતાથી સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. અમે સંબંધિત પક્ષોને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ, જેનાથી સ્થિતિ વધુ ન બગડે.’

મારિયા ઝાખારોવે ‘ઓપરેશન સિંદૂર’ વિશે કહ્યું હતું કે, ‘અમને આશા છે કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ પોતાના મતભેદોને 1972ના શિમલા કરાર અને 1999ના લાહોર કરારની જોગવાઈ અનુસાર, દ્વીપક્ષીય આધારે શાંતિપૂર્ણ, રાજકીય તેમજ વ્યૂહનૈતિક રૂપે સમાધાન કરાશે.’



Source link

સંબંધિત સમાચાર