રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
આંતરરાષ્ટ્રીય26 એપ્રિલ, 2025| Super Admin

ઈટાલીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ

ઈટાલીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ

(જી.એન.એસ) તા. 27

રોમ,

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસમાં બે રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ચર્ચા દરમિયાન થયેલા વિવાદ બાદ બન્ને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. ઈટાલીના પાટનગર રોમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા અંગે ચર્ચા થઈ હશે. 

મહત્વનું છે કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં મીડિયાની હાજરીમાં જ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. અમેરિકાએ યુક્રેનની ઝાટકણી કાઢતા યુરોપના અનેક દેશો પણ નારાજ થયા હતા અને નાટોની ઈમરજન્સી બેઠક પણ યોજાઇ હતી. 

ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી હુમલાની નિંદાની સાથે આશા વ્યક્ત કરી છે કે ભારત અને પાકિસ્તાન પોતાની રીતે આ મુદ્દાનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું છે, કે ‘આતંકવાદી હુમલો અત્યંત ખતરનાક હતો, કાશ્મીરમાં એક હજારથી પણ વધુ વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ છે, પણ આ તણાવ તો હંમેશાથી રહ્યો છું. બંને પોતાના સ્તર પર ઉકેલ લાવશે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર