રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય24 એપ્રિલ, 2025| Super Admin

જમ્મુ કાશ્મીર ના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનું પહેલું વિવાદિત નિવેદન

જમ્મુ કાશ્મીર ના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનું પહેલું વિવાદિત નિવેદન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી, ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાઓનું કારણ હોઈ શકે છે: રક્ષા મંત્રી ખ્વાજા આસિફ

(જી.એન.એસ) તા. 23

ઇસ્લામાબાદ,

ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક જૂથે અત્યંત નિર્દય હુમલો કર્યો હતો જેમાં 26 લોકો માર્યા ગયા, જેમાં 2 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, અને ઘણા અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ હુમલાની જવાબદારી ISI-સમર્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ સ્વીકારી છે. આ ઘટનાએ અનેક પરિવારોને પીડા આપી છે, અને તેના ભયાનક દૃશ્યો દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા દોડતા અને જંગલોમાં છુપાતા જોવા મળે છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે, પરંતુ ત્યાંની સરકાર જુઠ્ઠું બોલવાનું બંધ કરી રહી નથી.

ઉલટા ચોર કોતવાલ કો ડાટે તે કહેવત મુજબ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ કહી રહ્યા છે. આસિફે ઉલટો ભારત પર આરોપ લગાવ્યો અને જણાવ્યું કે આ હુમલા પાછળ ભારતના જ લોકો સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાઓનું કારણ હોઈ શકે છે. આ નિવેદનથી વિવાદ વધ્યો છે. આસિફે દાવો કર્યો કે પહેલગામ હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ જ સંબંધ નથી અને તેઓ આવા હુમલાઓની સખત નિંદા કરે છે, ખાસ કરીને નાગરિકો પર થતા હુમલાઓની. આ નિવેદનથી વિવાદ વધ્યો છે, કારણ કે તેમના આરોપોને ઘણા લોકો પાકિસ્તાનની જવાબદારી ટાળવાની ચાલ તરીકે જુએ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર