રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય20 એપ્રિલ, 2025| Super Admin

કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિની હરસિમરત રંધાવાનું ગોળીબારની ઘટનામાં મોત

કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિની હરસિમરત રંધાવાનું ગોળીબારની ઘટનામાં મોત

(જી.એન.એસ) તા. 19

હેમિલ્ટન,

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થીની કામ પર જઈ રહી હતી ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ દરમિયાન તે બસની રાહ જોઈ રહી હતી. કારમાં સવાર એક વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. 

આ ઘટના અંગે મળતા અહેવાલો અનુસાર, કેનેડાના હેમિલ્ટન શહેરમાં હરસિમરત રંધાવા નામની ભારતીય વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. જે ત્યાં મોહૌક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ મામલે સંપૂર્ણ મદદનું વચન આપ્યું છે.

આ મામલે હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તે બે લોકો વચ્ચેના ઝઘડાનું પરિણામ હતું, કારણ કે કાળી કારમાં સવાર એક યુવકે સફેદ સેડાન પર ગોળીબાર કર્યો હતો. બસ સ્ટોપ પર ઉભેલી એક વિદ્યાર્થિની છાતીમાં ગોળી વાગી, જેના કારણે તેનું મોત નીપજ્યું. ગોળીબાર કરનાર આરોપીની શોધ કરી રહી છે.’

આ સમગ્ર મામલે, ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક પોલીસના મતે, તે એક નિર્દોષ પીડિતા હતી જેનું બે લોકો વચ્ચેની લડાઈમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલાની તપાસ હજુ પણ ચાલુ છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને દરેક રીતે મદદ કરી રહ્યા છીએ.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર