રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત18 એપ્રિલ, 2025| Super Admin

ગુજરાતભરમાં કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવનને લઈને હવામાન વિભાગની આગાહી

ગુજરાતભરમાં કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવનને લઈને હવામાન વિભાગની આગાહી

(જી.એન.એસ) તા. 18

અમદાવાદ,

હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ ગરમી અને ભારે પવનને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે શનિવાર અને રવિવારે કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 24 જિલ્લામાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાવવાની આગાહી કરી છે. તેવામાં રાજ્યભરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ 2 દિવસમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જ્યારે આવતીકાલે શનિવારે અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. 

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે. જેમાં 19-20 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, અરવલ્લી જિલ્લાના ધૂળની ડમરી ઉડે તેવો પવન રહેશે. 

જ્યારે 21 એપ્રિલના રોજ રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આ પછી 22 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે. જ્યારે આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાની આગાહી છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર