રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત16 એપ્રિલ, 2025| Super Admin

કચ્છનાં ગાંધીધામમાં ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત, એસ.ટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા, વિદ્યાર્થિનીનું મોત, 2ને ઈજા

કચ્છનાં ગાંધીધામમાં ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત, એસ.ટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા, વિદ્યાર્થિનીનું મોત, 2ને ઈજા

(જી.એન.એસ) તા. 16

ગાંધીધામ,

રાજ્યમાં રફતારનાં કહેરનો વધુ એક પુરાવો આપતી ઘટના સામે આવી હતી જેમાં કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં હાઈવે પર પૂર ઝડપે જઈ રહેલી એસ.ટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનમાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ અકસ્માતની ઘટના ના CCTV ફૂટેજમાં દેખાય છે કે સામેથી પૂરઝડપે આવતી વોલ્વો બસનો ચાલક અચાનક સ્ટીયરિંગ પરનું સંતુલન ગુમાવે છે અને બસ ડિવાઇડર કૂદીને સામેથી આવતા વાહનોને અડફેટે લે છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ત્રિપલ અકસ્માતની ઘટનામાં એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે, અન્ય એક વિદ્યાર્થિની અને યુવક ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે રોડ પર લોકોનું ટોળું ભેગું થયું હતું. જ્યારે સ્થાનિક પોલીસની ટીમ પણ બનાવના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થિનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગાંધીધામના ટાગોર રોડ ઉપર આદિપુર ખાતે ભારત પેટ્રોલ પંપ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં એસટી વોલ્વો બસે બાઈક અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક્ટિવા પર સવાર બે યુવતીમાંથી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક અને એક યુવતીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોનું કહેવું છે કે, વધુ પડતી સ્પીડ અને ટ્રાફિક નિયંત્રણના અભાવે જીવલેણ અકસ્માતની ઘટના સર્જાતી હોય છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર