રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત15 એપ્રિલ, 2025| Super Admin

ભાવનગરમાં હસ્તગીરી તીર્થના ડુંગર પર આગ લાગવાની ઘટના

ભાવનગરમાં હસ્તગીરી તીર્થના ડુંગર પર આગ લાગવાની ઘટના

(જી.એન.એસ) તા. 14

પાલિતાણા,

ભાવનગરનાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર પર થોડા સમયે પહેલા અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ડુંગર પર લાગેલ આગની ઘટનાને લઈ ફાયર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા આગ પર 72 કલાક બાદ કાબુ મેળવ્યો હતો. ડુંગરીયાળ વિસ્તાર હોઈ ફાયર વિભાગનાં વાહનો ઘટના સ્થળે પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરી હતી. જંગલમાં નાના પશુ-પંખીઓ તેમજ વન્યજીવો વસવાટ કરતા હોવાથી વન્ય જીવ સૃષ્ટિ તેમજ પર્યાવરણને નુકસાન થતુ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.

ભાવનગરના જાળીયા ગામે ડુંગર પર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. હસ્તગીરી તીર્થના ડુંગર પર ફરી આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગ લાગ્યાની ઘટના બનતા પાલીતાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી હતી. આગ લાગતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નાયબ મામલતદાર સહિત અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડુંગર પર સિંહ સહિતના અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ત્યારે દર વર્ષે ઉનાળામાં ડુંગર પર આગની ઘટના બને છે. ત્યારે આગ લગાડવામાં આવે છે કે લાગે છે તે કારણ અકબંધ છે. ત્યારે વહીવટી તંત્ર તેમજ ત્યાંનાં લોકો દ્વારા આ બાબતે તપાસ શરૂ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર