રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય14 એપ્રિલ, 2025| Super Admin

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત 

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત 

એનડીએ માં તિરાડ?? ભાજપ ની ચિંતામાં વધારો??

(જી.એન.એસ) તા. 14

નવી દિલ્હી,

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘આજથી અમે NDA સાથે નથી, અમારો હવે કોઈ સંબંધ નથી.’ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પશુપતિ પારસની જાહેરાતથી NDAને ઝટકો લાગી શકે છે. પશુપતિ પારસે બિહારની તમામ 243 વિધાનસભા બેઠકો પર સદસ્યતા અભિયાન શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. 

પશુપતિ પારસે કેન્દ્ર અને બિહારની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કે આ બંને સરકારો ભ્રષ્ટ અને દલિત વિરોધી છે. કેન્દ્ર સરકારે સંસદમાં બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. પાર્ટીના ભવિષ્ય અંગે પશુપતિ પારસે જણાવ્યું છે કે આગામી સમયમાં પાર્ટીના તમામ નેતાઓ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે કે હવે કયા પક્ષ સાથે ગઠબંધન કરવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે, રામ વિલાસ પાસવાનના નિધન બાદથી જ પક્ષમાં અનેક વાદવિવાદ થતાં રહ્યા છે. રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ પારસ અને રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાન વચ્ચે પાર્ટી કોણ સંભાળશે તેને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ અગાઉ પશુપતિ પારસ સાથે જ ગઠબંધન કર્યું હતું, બાદમાં ચિરાગ પાસવાન સાથે ગઠબંધન કરી લીધું. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર