રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય4 એપ્રિલ, 2025| Super Admin

તમામ ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરવી પડશે: સુપ્રીમ કોર્ટ

તમામ ન્યાયાધીશોએ તેમની સંપત્તિ જાહેર કરવી પડશે: સુપ્રીમ કોર્ટ

ન્યાયતંત્રમાં પારદર્શિતા અને લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટનું મોટું પગલું

(જી.એન.એસ) તા.3

નવી દિલ્હી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાને પણ પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી આ નિર્ણયને સ્વીકાર્યો છે. સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે, સુપ્રીમ કોર્ટમાં જજનું પદ સંભાળી રહેલા તમામ જજોને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી પડશે. સંપત્તિની તમામ વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે.

આ બાબતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, દેશના સીજેઆઈ અને જજે પોતાની સંપત્તિઓ વિશે સંપૂર્ણ વિગતો સ્વેચ્છાએ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. જે ફરિજ્યાત નથી. હાલ સીજેઆઈ સહિત સુપ્રીમ કોર્ટના કુલ 30 જજએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવાઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ અભય એસ. ઓક, જસ્ટિસ જે.કે. મહેશ્વરી, જસ્ટિસ બીવી નાગરત્ના સહિતના જજ સામેલ છે.

હમણાં થોડા દિવસ અગાઉ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં રોકડ ઝડપાઈ હતી. આ રોકડ મામલે તપાસ માટે સીજેઆઈ સંજીવ ખન્નાએ 22 માર્ચના રોજ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ ત્રણ સભ્યોની આંતરિક તપાસ શરૂ કરી હતી. 14 માર્ચના રોજ જસ્ટિસના ઘરે આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમને સ્ટોર રૂમમાંથી નોટોના બંડલ અર્ધ સળગેલી હાલતમાં મળ્યા હતાં. જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા આરોપોને ધ્યાનમાં રાખતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર