રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય2 એપ્રિલ, 2025| Super Admin

દુષ્કર્મ કેસમાં મોહાલી કોર્ટે પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી

દુષ્કર્મ કેસમાં મોહાલી કોર્ટે પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી

(જી.એન.એસ) તા.1

મોહાલી,

પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત ઠેરવ્યો હતો અને પહેલી એપ્રિલ (મંગવારે) કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે 28 માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ દુષ્કર્મના કેસમાં કુલ છ આરોપી હતાં. જેમાં પુરાવાના અભાવે પાંચનો બચાવ થયો હતો. પરંતુ બજિન્દર વિરૂદ્ધ પુરાવા સાબિત થતાં તેને સજા ફટકારવામાં આવી છે.

2018માં તેના પર યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, બજિન્દર વિકૃત માનસિકતા ધરાવે છે. તે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આ પ્રકારના કૃત્યો કરતો રહેશે. તેથી હું તેને જેલમાં જોવા માગું છું. કોર્ટના આ નિર્ણયથી આજે અનેક પીડિતાઓને ન્યાય મળ્યો છે. પીડિતાએ ડીજીપીને પોતાના જીવ પર જોખમ હોવાનું કહી સુરક્ષા માટે અરજી પણ કરી છે.

આ કેસમાં પીડિતાના પતિએ સાત વર્ષ સુધી કેસ લડ્યો હતો. તેણે પણ કોર્ટનો નિર્ણય સ્વીકાર્યો છે. તેણે જણાવ્યું કે, આ કેસમાં અમને સાત વર્ષમાં અનેક મુશ્કેલીઓ નડી છે. તેણે કોર્ટને ગેરમાર્ગે દોર્યા હતાં. તેણે અમારી વિરૂદ્ધ ખોટી એફઆઈઆર પણ નોંધાવી હતી. જેના લીધે મને છ મહિનાની જેલની સજા થઈ હતી. અમને ન્યાય પર વિશ્વાસ હતો અને આજે અમારી જીત થઈ છે.

સ્વયંભૂ બની બેઠેલો પાદરી બજિન્દર વિરૂદ્ધ પોલીસે 2018માં દુષ્કર્મનો કેસ નોંધ્યો હતો. તે સમયે તેની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બજિન્દર લંડન ફરાર થવાની ફિરાકમાં હતો. પંજાબના મોહાલીમાં એક મહિલાએ તેની વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર