પાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ

સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પ્રદર્શન કરનાર 8 કાર્યકરોની પોલીસે અટકાયત કરી
પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક પાટણ યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે તેની અછત અને વધતી જતી મોંઘવારીના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો હતો.આ પ્રદર્શન દરમિયાન પોલીસે 8 કાર્યકરોની અટકાયત કરી હતી.
પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે રાંધણ ગેસના ભાવમાં સતત વધારો અને બજારમાં બાટલાની અછતને કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે.આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે દરમિયાનગીરી કરી પ્રદશૅન કરી રહેલા 8 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસની ગાડીમાં જબરજસ્તી થી બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
12 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
