રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 માર્ચ, 2026| Super Admin

પાટણ યુસુફખાન હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓના 5 દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા

પાટણ યુસુફખાન હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓના 5 દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા
નીલમ સિનેમા પાસે ફાયરિંગ કરનાર મુખ્ય શૂટર સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચે યુસુફખાન પઠાણની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી.આ ચકચારી કેસમાં પાટણ પોલીસે મુખ્ય શૂટર સહિત ચાર આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ગત 12 માર્ચના રોજ પાટણ શહેરમાં જાહેર માર્ગ પર સ્વિફ્ટ કારમાં સવાર યુસુફખાન પઠાણ પર અંધાધૂંધ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી.પોલીસે આ કેસમાં ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા ચારેય આરોપીઓને પાટણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા, હથિયારો અને અન્ય કાવતરાખોરો અંગેની વિગતો મેળવવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર