રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા12 માર્ચ, 2026| Super Admin

સાબરકાંઠાના નવલપુર ખાતેથી મુખ્યમંત્રીએ જિલ્લાને રૂ.૭૨ કરોડના વિકાસ કામોની ભેટ ધરી

સાબરકાંઠાના નવલપુર ખાતેથી મુખ્યમંત્રીએ જિલ્લાને રૂ.૭૨ કરોડના વિકાસ કામોની ભેટ ધરી
સાબરકાંઠાને આરોગ્ય  ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે પ્રતિષ્ઠિત 'સ્કૉચ એવોર્ડ'ની સિદ્ધિ બદલ જિલ્લાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં એક નવું સોપાન ઉમેરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  તલોદ તાલુકાના આદર્શ ગામ નવલપુર ખાતેથી અંદાજે રૂ. ૭૨ કરોડના કુલ ૧૯૯૯ જેટલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથો સાથ મુખ્યમંત્રીએ નવલપુર ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ તેમજ ગામના અમૃત સરોવર સ્થિત સરદાર પટેલના પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસે વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી નથી અને સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા મન મૂકીને ખર્ચ કરી રહી છે. તેમણે અધિકારીઓ અને નાગરિકોને આહ્વાન કર્યું હતું કે સરકારી કામને પોતાનું સમજીને કરવામાં આવે તો તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય છે. મુખ્યમંત્રીએ નવલપુર ગામને ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવતા જણાવ્યું કે, આ ગામમાં સરપંચથી લઈને તમામ સભ્યો મહિલાઓ છે, જે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. નવલપુરે 'સમરસ ગામ'ના વિચારને ચરિતાર્થ કરવાની સાથે પાણીના મીટર જેવી આધુનિક સુવિધાઓ અને ૧૦૦% સોલાર સિસ્ટમ અપનાવીને દેશને નવી રાહ ચીંધી છે. મુખ્યમંત્રીએ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી કર્કવૃત્ત રેખાના ભૌગોલિક મહત્વને વૈશ્વિક ઓળખ આપવા માટે રૂ.૮ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન 'સાયન્સ પાર્ક' નું લોકાર્પણ કર્યું હતું. ૧.૫ એકરમાં ફેલાયેલા આ પાર્કમાં ટ્રોપિક ઓફ કેન્સર ટાવર, સનડાયલ અને ઇનફોગ્રાફિક એક્ઝિબિશન હોલ જેવી સુવિધાઓ છે, જે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવશે, એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટેના 'લાલન-પાલન' કાર્યક્રમ અને બાળકોમાં ટાઈપ-૧ ડાયાબિટીસ નિયંત્રણ માટેની કામગીરીની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રની આ બંને પહેલોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિત 'સ્કૉચ એવોર્ડ' એનાયત થયો છે, જે જિલ્લા માટે ગૌરવની બાબત છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કુલ ૧૯૯૯ જેટલા કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વાહન વ્યવહાર વિભાગના રૂ. ૧૩૯૦ લાખના કામો અને સામાન્ય વહીવટ વિભાગના રૂ. ૩૬૬૭ લાખના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ધારાસભ્ય રમણલાલ વોરા, રાજ્ય નાણાપંચના સભ્ય જે.ડી. પટેલ, અગ્રણી કનુભાઈ પટેલ, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર