ચાણસ્મા કરિયાણાની દુકાનમાં ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે કરતી પોલીસ

પોલીસે રીક્ષા સહિત ચોરીનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
ચાણસ્મા શહેરની અંદર એક કરિયાણાની દુકાનમાં થોડા સમય પહેલા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બાદ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરી કરનાર શખ્સના નામ જોગ ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ચોરીને અંજામ આપનાર શખ્સને રીક્ષા સાથે ઝડપી મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ચાણસ્મા શહેરની અંદર વારાહી ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાનમાં થોડા સમય પહેલા દુકાનના શટરનું તાળું તોડી અંદરથી કરિયાણાની ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી. અને તે બાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોરી કરનાર ઠાકોર મુકેશજી ગોવિંદજી રહે. ચાણસ્મા વાળો હોવાનું સામે આવતા તેના નામ જોગ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીને અંજામ આપનાર મુકેશજી ઠાકોરને રીક્ષા સાથે ઝડપી કુલ 65,690 નો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ભેદ ઊકેલી દીધો છે. અને આરોપીને સબ જેલમાં મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
12 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
