રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા23 ફેબ્રુઆરી, 2026| Super Admin

કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો પડતર પ્રશ્નો અંગે હડતાળ પર ઉતર્યા

કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો પડતર પ્રશ્નો અંગે હડતાળ પર ઉતર્યા
કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી પાસે ત્રણ ઘટકની આંગણવાડી અને તેડાગર બહેનો દ્વારા. કોર્ટના ચુકાદાને લાગુ કરવા અને કાર્યકર તેમજ તેડાગરને માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ ૩.૪ સમાવેશ કરવો. મોબાઈલ આપવા માટે ૨૦૨૨ માં કહ્યું હતું. જોકે હજુ સુધી કોઈ મોબાઈલ ફોન નથી આવ્યો. નવી નવી એપ કાર્યકરોને પોતાના મોબાઈલ ફોન પર કામ કરવા માટે મજબુર. AVT એપને નકામી ગણાવી અને આવા પ્રયોગો ના કરવા વિનંતી કરી. માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અને બેનરો સાથે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકરોના ઉપપ્રમુખ રેખાબેન જોષીએ જણાવ્યું હતું કે, સરકારે બજેટમાં કોઈ ફાળવણી નથી કરી. અને અમને કોઈ જાણકારી આપી નથી. અને ત્યારબાદ આંગણવાડી કાર્યકરોએ પોતાના પડતર પ્રશ્નો અંગે હડતાળ પાડી કાંકરેજ મામલતદાર ગૌતમભાઈ દરજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આઈ.સી. ડી.એસ.ના સી.ડી.પી.ઓ રેખાબેન કાપડીને આવેદનપત્ર આપી પોતાના પડતર પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી. જોકે ત્રણ દિવસ સુધી આંગણવાડી કાર્યકરો પોતાની કામગીરીથી અળગા રહીને હડતાળ ચાલુ રાખવા માટે કહ્યું હતું.  જોકે હવે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોની માંગણીઓ પૂરી પાડવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.  

સંબંધિત સમાચાર