રાણકપુરથી રાધનપુર સુધી રૂ.33 કરોડના ખર્ચે પાણીની પાઇપ લાઇનથી શુદ્ધ પાણી મળશે

રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ઉદ્ધાટન કરતા રાધનપુર ધારાસભ્ય
રાધનપુર શહેરમાં વર્ષોથી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારતા સ્થાનિકોની સુખાકારી માટે રૂ.33 કરોડના ખર્ચે તૈયાર થયેલી રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ગતરોજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાકાર થતા હવે અંદાજે 1 લાખ જેટલી જનતાને પોતાના ઘરઆંગણે શુદ્ધ અને મીઠું પાણી ઉપલબ્ધ થશે. લાંબા સમયથી ક્ષારયુક્ત અને અશુદ્ધ પાણી પીવા મજબૂર બનેલા લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ છે. શુદ્ધ પાણી મળવાથી જળજન્ય રોગોમાં ઘટાડો થશે. અને લોકોના આરોગ્યમાં સુધારો આવશે. આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી અને કારોબારી સભ્ય દેવજીભાઈ પટેલ સહિતના આગેવાનો, કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.
ટેગ્સ:#Drinking Water#MLA Lovingji Thakor#Radhanpur MLA#Radhanpur water pipeline#Ranakpur#clean water
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
12 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
