રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા3 ફેબ્રુઆરી, 2026| Super Admin

સાબરકાંઠા પોલીસે 83 નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા

સાબરકાંઠા પોલીસે 83 નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા
સાબરકાંઠા પોલીસે છેલ્લા એક મહિનામાં નાસતા ફરતા 83 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહીલના આદેશ બાદ LCB અને SOG ટીમો દ્વારા આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. LCB ના PI ડી.સી.સાકરીયા અને SOG PI ડી.સી.પરમારે જણાવ્યું કે, જિલ્લામાં પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસવડાએ LCB ને સૂચના આપી હતી. આ સૂચના બાદ LCB અને SOG ટીમોએ પુરાવા અને ઓળખના આધારે તપાસ તેજ કરી હતી. આ ડ્રાઈવ દરમિયાન ઝડપાયેલા 83 આરોપીઓમાં, 0 થી 1 વર્ષના સમયગાળાથી નાસતા ફરતા 46 આરોપીઓનો સમાવેશ થાય છે. જ્યારે 1 થી 5 વર્ષથી ફરાર 15, 5 થી 10 વર્ષથી ફરાર 2 અને 10 વર્ષથી વધુ સમયથી પોલીસ પકડથી દૂર રહેલા 20 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ 83 આરોપીઓ વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. LCB ના PI ડી.સી.સાકરીયા, PSI કે.સી બ્રહ્મભટ્ટ, કે.યુ.ચૌધરી સહિત LCB અને SOG ના સ્ટાફે આ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. SOG ટીમે આમાંથી 27 આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી હતી.  

સંબંધિત સમાચાર