રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા24 જાન્યુઆરી, 2026| Super Admin

હિંમતનગરમાં પ્રજાસત્તાક દિનનું કલેક્ટરની અધ્યક્ષતામાં રિહર્સલ યોજાયું

હિંમતનગરમાં પ્રજાસત્તાક દિનનું કલેક્ટરની અધ્યક્ષતામાં રિહર્સલ યોજાયું
સાબરકાંઠા જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરના મોતીપુરમાં રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.જિલ્લાકક્ષાની આ ઉજવણી હિંમતનગરના મોતીપુરમાં આવેલી APMC ફાર્મસી કોલેજ કેમ્પસમાં થવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે આ રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન ઉપસ્થિત સૌ દ્વારા રાષ્ટ્રગાન ગાઈ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. આ રિહર્સલમાં જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.  

સંબંધિત સમાચાર