રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 જાન્યુઆરી, 2026| Super Admin

પાટણ પાલિકાના ઢોર ડબ્બા કર્મીઓ પર હુમલો કરનારા ચાર શખ્સોને પાસામાં ધકેલાયા

પાટણ પાલિકાના ઢોર ડબ્બા કર્મીઓ પર હુમલો કરનારા ચાર શખ્સોને પાસામાં ધકેલાયા
ચારે ચાર શખ્સોને અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી દેવાયા પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર છોડી દઈ જનતાને અડચણ ઊભી કરનાર અને નગરપાલિકાના ઢોર ડબ્બા કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ એલ.સી.બી.દ્વારા આ શખ્સોના ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી તેઓને રાજ્યની અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં રખડતા ઢોર છુટા મૂકી જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ પાડનારા અને ફરજ બજાવતા નગરપાલિકાના રાજ્યસેવકો પર હુમલો કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર અને પી.સી.સી. સેલ પાટણ દ્વારા ચાર શખ્સોના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત ગ્રાહ્ય રાખી ચારેય ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી જુદી જુદી જેલોમાં મોકલવાનો આદેશ કર્યો હતો.પાસા હેઠળ અટકાયત કરાયેલા શખ્સોમાં રોહિત માતમભાઈ ભરવાડ (રહે. રંગીલા હનુમાન પાછળ, પાટણ) નો સમાવેશ થાય છે, જેની વિરુદ્ધ પાટણ સીટી એ અને બી ડિવિઝનમાં હુમલા અને પાલિકાના કાયદા ભંગના ગુના નોંધાયેલા છે. તેને સુરત મધ્યસ્થ જેલ મોકલાયો છે. બીજા અટકાયતી બચુ જામાભાઈ ભરવાડ (રહે. કનસડા દરવાજા, પાટણ) વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા હોવાથી તેને અમરેલી મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે.ત્રીજા શખ્સ યશ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ દેસાઈ (રહે. શાહવાડો, પાટણ) ને દાહોદ મધ્યસ્થ જેલ અને ચોથા શખ્સ મહેશ ઉર્ફે મશો ભલાભાઈ ભરવાડ (રહે. ધાંધલની શેરી, પાટણ) ને વલસાડ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી એલ.સી.બી.પોલીસ ના એચ.ડી. મકવાણા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાંઆવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું..    

સંબંધિત સમાચાર