પાટણ યુનિવર્સિટી સૌ પ્રથમ વખત ગૌ આધારિત ઉદ્યોગોનો સ્પેશિયલ કોર્સ શરૂ કરશે

યુનિવર્સિટી સંલગ્ન પિલુડા કોલેજ ખાતે આ કોષૅ માટે તાલીમ અપાશે
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્ધારા આગામી શૈક્ષણિક વર્ષથી સૌ પ્રથમ વખત ગૌ આધારિત ઉદ્યોગો સંબંધિત સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવનાર છે.. આ કોર્સ યુનિવર્સિટી સંલગ્ન પીલુડા આર્ટસ કોલેજ ખાતેથી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી.પોરિયાએ જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ગૌ વિશ્વ વિદ્યાપીઠમ અને જીસીસીઆઈ સાથે એમઓયુ કર્યા છે. આ એમઓયુનો મુખ્ય ધ્યેય ગાયના દૂધ દ્વારા આર્થિક ઉપાર્જન કરતા લોકો સુધી યુનિવર્સિટી પહોંચી શકે તે છે.આ સંદર્ભે, ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ અને રોજગારીની તકો વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો ઉદ્દેશ્ય ગોપાલક ભાઈઓ-બહેનો અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ગૌ આધારિત ઉદ્યોગોમાં કયા પ્રકારની કામગીરી થઈ શકે તેની માહિતી ગ્રામ્ય કક્ષાએ પહોંચાડવાનો હતો.આનાથી તેઓ વધુ આર્થિક ઉપાર્જન કરી શકે અને તેમનું જીવનધોરણ સુધારી શકે તેવો યુનિવર્સિટીનો હેતુ છે. યુનિવર્સિટી શિક્ષણ દ્વારા યુવાનોને માત્ર નોકરીવાંછુ બનાવવાને બદલે સ્વરોજગારી માટે સક્ષમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગૌમાતા અને ગૌપાલન પર અનેક વૈજ્ઞાનિક સંશોધનો થયા છે, જેના આધારે કામધેનુ ચેરની સ્થાપના કરવામાં આવી છે.
કામધેનુ ચેર અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નવા શૈક્ષણિક વર્ષથી ગૌ આધારિત વિવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ અને છેવાડાના લોકોને મદદરૂપ થવાનું આયોજન છે.આ ઉપરાંત, યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતી ભાષા વિભાગમાં એમ.એ. ગુજરાતીનો અભ્યાસક્રમ યુનિવર્સિટી કક્ષાએ શરૂ કરવા પણ કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી વિભાગ માટે કરવામાં આવેલી નાણાકીય ફાળવણી અંતર્ગત નવા અભ્યાસક્રમો શરૂ કરવાની દિશામાં યુનિવર્સિટી પ્રયત્નશીલ હોવાનું જણાવી યુનિવર્સિટીના વડાલી કેમ્પસ ખાતે એમ.એસ.સી. કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર એજ્યુકેશન અને આઈ.ટી.ના અભ્યાસક્રમો પણ નવા શૈક્ષણિક વર્ષથી શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ તેઓ દ્ધારા કરવામાં આવ્યો હતો.
ટેગ્સ:#Patan University#Training#Piluda College#cow-based industries#certificate course#Vice-Chancellor Prof. K.C.Poria#Gau Vishwa Vidyapeetham#GCCI
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
12 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
