રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય21 ડિસેમ્બર, 2025| Super Admin

માઉન્ટ આબુમાં અમદાવાદની બસ પલટી જતા 24 ઈજાગ્રસ્ત, લોકોએ બારીઓમાંથી કૂદી જીવ બચાવ્યો


(જી.એન.એસ) તા. ૨૧

અમદાવાદ,

રાજસ્થાનના માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓ અકસ્માત નડ્યો હતો. રવિવારે (21મી ડિસેમ્બર) સવારે માઉન્ટ આબુના જોખમી વળાંકો ઉતરી રહેલી એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 24થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મીડિયા સુત્રો તરફથી મળતા અહેવાલો અનુસાર, બસ જ્યારે પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક બસચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સંભવિત રીતે બસની બ્રેક ફેઈલ થઈ જવાને કારણે ચાલક બસને નિયંત્રિત કરી શક્યો નહોતો અને બસ માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાની સાથે જ બસમાં સવાર મુસાફરોની ચીસાચીસથી પહાડીઓ ગુંજી ઉઠી હતી.

આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક માઉન્ટ આબુ અને આબુ રોડની નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ, કેટલાક મુસાફરોને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. બસમાં સવાર મોટાભાગના મુસાફરો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના સમાચાર મળતા જ અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે. અનેક પરિવારો પોતાના સ્વજનોની સ્થિતિ જાણવા આબુ તરફ રવાના થયા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસમાં ટેકનિકલ ખામી હતી કે ડ્રાઈવરની બેદરકારી, તે દિશામાં તપાસ શરૂ કરી છે. 



Source link

સંબંધિત સમાચાર