રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ18 નવેમ્બર, 2025| Super Admin

વાવ-થરાદની તા.પં.કચેરીમાં લાગેલી ફાયર સેફટીની બોટલો છ મહિનાથી એક્સ્પાયર

વાવ-થરાદની તા.પં.કચેરીમાં લાગેલી ફાયર સેફટીની બોટલો છ મહિનાથી એક્સ્પાયર

વાવ થરાદ તાલુકા પંચાયત કચેરીમાં લાગેલી ફાયર સેફટી સિસ્ટમમાં ગંભીર બેદરકારી બહાર આવી છે. કચેરીના અલગ અલગ વિભાગોમાં લગાવવામાં આવેલી અંદાજિત ૮ જેટલી ફાયર સેફટી બોટલો એક્સપાયર હાલતમાં જોવા મળી છે. જેથી રોજિંદા હજારોની સંખ્યામાં આવતી પબ્લિક, કર્મચારી વર્ગ અને અધિકારીઓના જીવ સામે સીધો ખતરો ઉભો થયો છે. થરાદ શહેર આજે જિલ્લાનું મુખ્ય મથક બન્યું હોવા છતાં પ્રાથમિક સુરક્ષા અને સુવિધાઓનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે ફાયર સેફટી બોટલોની એક્સપાયરી ડેટ પૂરી થયાને છ મહિના વીતી ગયા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા નથી. જો કોઈ કારણોસર કચેરીમાં આગ લાગે ત્યારે આ બોટલો શોભાના ગાંઠીયા સમાન લટકતી રહે તેમ છે. જોકે  આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને ટેલીફોનિક પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આમાં કોઈ એજન્સી નથી અમે ડાયરેક્ટ રિફિલિંગ કરાવીએ છીએ.પરંતુ સુરક્ષા જેવી સંવેદનશીલ બાબતમાં તંત્રની બેદરકારી દુર્ઘટનાને આમંત્રણ આપે તેમ છે ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સંબંધિત અધિકારીઓએ પણ તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ફાયર સેફટી બોટલોનું નિરીક્ષણ કરી નવી બોટલો તરત જ લગાવવી જોઈએ, તેવી જનતાની માંગ છે.    

સંબંધિત સમાચાર