રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત6 નવેમ્બર, 2025| Super Admin

‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં ‘વંદે માતરમ્’ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીના શપથ ગ્રહણ કરાશે


(જી.એન.એસ) તા. ૬

અમદાવાદ,

ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. ૦૭મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર અને જિલ્લામાં ભારતના રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ@૧૫૦’ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે તા. ૭મી નવેમ્બર,૨૦૨૫ના રોજ સવારે ૦૯.૩૦ કલાકે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના મૂળ સ્વરૂપનું સમૂહગાન સાથે સ્વદેશીના શપથ ગ્રહણ પણ કરાશે.

આ સાથે અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ કમિશનરશ્રીની કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ, તમામ નગરપાલિકાઓ, મામલતદાર કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ ‘વંદે માતરમ્’ના મૂળ સ્વરૂપનું સમૂહગાન સાથે સ્વદેશીના શપથ ગ્રહણ કરવામાં આવશે. 



Source link

સંબંધિત સમાચાર