રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત28 ઑક્ટોબર, 2025| Super Admin

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ બેઠક યોજી માર્ગદર્શન આપ્યું


ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે બેઠક યોજતા મંત્રીશ્રીઓ

(જી.એન.એસ) તા. 28

ગીર સોમનાથ,

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ સવારે ગીર સોમનાથના વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ નુકશાની અંગેનો ચિતાર મેળવ્યા બાદ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે કૃષિ વિભાગ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અન્વયે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પાકની પરિસ્થિતિ વિશે ચિતાર આપવામાં આવ્યો હતો. જે અનુસાર જિલ્લામાં ૯૦,૮૩૦ હેક્ટર વિસ્તારમાં મગફળી, ૨૭,૭૬૪ હેક્ટરમાં સોયાબીન ૧૧,૩૬૫ હેક્ટરમાં કપાસ અને ૫૮૦૭ હેક્ટરમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીઓ સમક્ષ કૃષિ/બાગાયતી/એકવાર્ષિક પાકો, ૨ હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો, વરસાદ આધારિત વિસ્તાર, સિંચાઈ વાળા વિસ્તાર, સર્વે કરવાની જોગવાઈ, જમીન તથા અન્ય નુકસાન માટે સહાય, કાદવ રેતી દૂર કરવા ડીસલ્ટીંગ, ભૂસ્ખલન નદી માર્ગ ફેરફાર વગેરેના કારણે જમીન નુકસાન, સેટેલાઈટ ઇમેજ આધારે અસરગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી.

વિવિધ વિભાગો પાસેથી બાગાયત અને કૃષિલક્ષી માહિતી મેળવી મંત્રીશ્રીઓએ કુદરતી આપત્તિઓના કારણે કરવા પડતાં આકસ્મિક પાક નુકસાનીના ડિજિટલ સર્વે અંગેની નવીન બાબતની યોજનાઓના ઠરાવ, ડિજિટલ સર્વેની કામગીરી માટે જરૂર પડે તો અન્ય જિલ્લામાંથી ટીમ બોલાવવા તેમજ અમલીકરણ અંગે ઉપસ્થિત અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ચાલું ખરીફ ઋતુના કુલ વાવેતર ૧,૫૩,૨૪૩ હેક્ટરમાં કરાયું છે. ડિઝાસ્ટર વિભાગના આંકડાઓ અનુસાર છેલ્લા ચાર દિવસમાં સૌથી વધારે સૂત્રાપાડામાં ૧૫ ઈંચ, ઉનામાં ૧૦.૫ ઈંચ, વેરાવળમાં ૧૦ ઈંચ, કોડીનારમાં ૮.૫ ઈંચ તેમજ તાલાલા અને ગીરગઢડામાં ૬ ઈંચ વરસાદ વરસ્યો છે.

આ બેઠકમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચૂડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, અગ્રણી શ્રી ડૉ. સંજયભાઈ પરમાર સહિત ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



Source link

સંબંધિત સમાચાર