રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત17 ઑગસ્ટ, 2025| Super Admin

ભાવનગરના શિહોર પંથકમાં ભારે વરસાદને કારણે ઘાંઘળીથી મગલાણા ગામને જોડતા કોઝ-વેનું ધોવાણ


(જી.એન.એસ) તા.17

ભાવનગર,

છેલ્લા ૪૮ કલાકમાં વરસેલા વરસાદના કારણે ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં ઘાંઘળીથી મગલાણા ગામને જોડતા કોઝ-વેનું ધોવાણ થયું છે. શનિવારે સાંજે ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થતાં પાણીના તેજ પ્રવાહમાં આ કોઝ-વેનો મોટો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે નવાગામ, પાલડી અને નાના સુરકા જેવા ગામોનો સંપર્ક શિહોર સાથે કપાઈ ગયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે કોઝ-વે ધોવાઈ જતાં આસપાસના ગામોના લોકો માટે અવરજવરના માર્ગો બંધ થઈ ગયા છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓ માટે દૈનિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. ગોમતેશ્વર તળાવનું પાણી ગામોના રસ્તાઓ પર ફરી વળતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનિકોનું કહેવું છે કે કોઝ-વેની ગુણવત્તા નબળી હોવાને કારણે તે ભારે વરસાદ સહન કરી શક્યો નથી.

અવિરત વરસેલા વરસાદે સર્જેલ તકલીફ બાદ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે કોઝ-વેના રિપેરિંગની માંગ કરી છે. લોકોની સલામતી અને સુવિધા માટે વહેલી તકે આ માર્ગ ફરી શરૂ કરવો જરૂરી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો, ચોમાસા દરમિયાન આ ગામોની મુશ્કેલીઓ વધી શકે છે. તંત્ર દ્વારા આ મામલે સત્વરે કાર્યવાહી કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.



Source link

સંબંધિત સમાચાર