રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત27 જુલાઈ, 2025| Super Admin

હવામાન વિભાગ દ્વારા આવનારા ૪૮ કલાક માટે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આવનારા ૪૮ કલાક માટે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો, સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે  (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે. 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

શનિવારે modi રાતથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે રવિવારે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહારને અસર થઇ હતી. જો કે, સ્થાનિક પ્રશાસન દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.



Source link

સંબંધિત સમાચાર