રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત18 જુલાઈ, 2025| Super Admin

સાવરકુંડલાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા ધરપકડ

સાવરકુંડલાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા ધરપકડ

(જી.એન.એસ) તા. 18

અમરેલી,

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના બાદ વનવિભાગે વાલજી વાસુર માતંગ નામના આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે પ્રાથમિક માહિતી અનુસાર, વનવિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે સાવરકુંડલાના સીમરણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પાસેથી ગીરના શાન ગણાતા એશિયાટિક સિંહના 2 નખ અને જૂનવાણી સમયનું કાળિયાર હરણનું ચામડું મળી આવ્યું હતું.

આ ઘટના બાદ વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વનવિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે શું આરોપીએ સિંહનો શિકાર કર્યો છે કે પછી અન્ય કોઈ રીતે આ નખ મેળવ્યા છે. કાળિયારના ચામડાની પણ સઘન તપાસ ચાલી રહી છે.

વન્યજીવોના અવશેષો મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓમાં ચિંતા વ્યાપી છે. વનવિભાગ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવા પ્રયાસ કરી રહ્યું છે, જેથી વન્યજીવોના શિકાર અથવા તેમના અવશેષોના ગેરકાયદે વેપાર પર અંકુશ લાવી શકાય.



Source link

સંબંધિત સમાચાર