રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત13 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા, પાલનપુર-ડીસા અને વડગામમાંભારે વરસાદ, ખેડૂતોની તકલીફમાં વધારો

બનાસકાંઠા, પાલનપુર-ડીસા અને વડગામમાંભારે વરસાદ, ખેડૂતોની તકલીફમાં વધારો

(જી.એન.એસ) તા. 13

બનાસકાંઠા,

બનાસકાંઠામાં જિલ્લામાં મોડી રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેતરો જળબમ્બાકાર થયા છે. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેતરો તળાવ બન્યા છે. ખેતરોમાં ઉભેલા ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા, પાલનપુર અને ડીસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતિવાડામાં 6.30 ઈંચ, પાલનપુરમાં 4.56 ઈંચ, ડીસામાં 3.66 ઈંચ, દાંતામાં 3.07 ઈંચ અને વડગામમાં 2.52 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું હતું જેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  પાલનપુર-આબુરોડ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે આજે સવારથી જ વડગામ, પાલનપુર ડીસા દાતીવાડા, દિયોદર, થરાદ, લાખણી, ધાનેરા, વાવ, સૂઈગામ અને કાંકરેજમાં વરસાદ પડી રહ્યો છે.

ભારે વરસાદથી સીપુ નદીમાં નવા નીરની આવક થઈ છે, દાંતીવાડા, સીપુ ડેમની પાણીની જળ સપાટીમાં વધારો થયો છે, દાંતીવાડા ડેમમાં 9760 ક્યુસેક પાણીની આવક થઈ છે, દાંતીવાડા ડેમની જળ સપાટી 562.79 ફૂટે પહોંચી છે, સીપુ ડેમમાં 3246 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, સીપુ ડેમની જળ સપાટી 572.77 ફૂટે પહોંચી છે.

સતત ધોધમાર વરસાદથી બનાસકાંઠા જિલ્લાના નદીનાળા છલકાઈ ગયા હતા. આલવાડાનું વહેણ ફરી જીવંત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદથી રેલ નદીમાં પાણીની આવક શરૂ થઈ હતી. 



Source link

સંબંધિત સમાચાર