રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત13 જુલાઈ, 2025| Super Admin

વડોદરામાં નશાખોર કારચાલકનું કારસ્તાન; અલકાપુરી વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકી ડે તેવી રીતે ચલાવી ગાડી  

વડોદરામાં નશાખોર કારચાલકનું કારસ્તાન; અલકાપુરી વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકી ડે તેવી રીતે ચલાવી ગાડી  

(જી.એન.એસ) તા. 13

વડોદરા,

વડોદરા શહેરમાં મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી. નશાખોર કારચાલકનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં નશાની હાલતમાં રોડ પર ચલાવી ફૂલસ્પીડમાં કાર અને લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા, અલકાપુરી વિસ્તારમાં ફૂલ સ્પીડમાં ચલાવી કાર તો અન્ય રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતા અને પોલીસ કમિશનરના બંગલા બહાર કારચાલકને ઝડપી પાડયો હતો, કારચાલકને ઝડપી પોલીસને હવાલે કરાયો છે.

સ્થાનિકોને આ વાતની જાણ થતા તેને ઝડપ્યો હતો અને તે જે રીતે કાર ચલાવતો હતો તે રીતે જોઈને સ્થાનિકો પણ સમજી ગયા હતા કે પાર્ટી મોજમાં છે, ત્યારે પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી, મહત્વનું છે કે, પોલીસ કમિશનરના બંગ્લા નજીક જ આ રીતે કાર ચલાવી હતી, અને કારને ડિવાઈડર સાથે અથડાવી હતી.

કાર ચાલકને રોકીને લોકોએ તેને અકોટા પોલીસ મથકના જવાનોને સોંપ્યો હતો. કાર ચાલકનું નામ કાળુભાઇ જોધાભાઇ સાટીયા (રહે. સુરત) હોવાનું જાણવા મળી રહ્યું છે. તે અમદાવાદથી જ દારૂના ચાર પેગ મારીને નીકળ્યા હોવાનું વાયરલ વીડિયોમાં જણાવી રહ્યા છે. આરોપી સામે અકોટા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.



Source link

સંબંધિત સમાચાર