રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા13 ફેબ્રુઆરી, 2026| Super Admin

હિંમતનગરમાં સૈનિક કેન્ટીનની મંજૂરી : સાંસદની રજૂઆત બાદ 25 હજારથી વધુ માજી સૈનિકોને લાભ મળશે

હિંમતનગરમાં સૈનિક કેન્ટીનની મંજૂરી : સાંસદની રજૂઆત બાદ 25 હજારથી વધુ માજી સૈનિકોને લાભ મળશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ સૈનિકો માટે હિંમતનગરમાં કેન્ટીન શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી બંને જિલ્લાના 25,000થી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં સરળતા રહેશે. પૂર્વ સૈનિકો દ્વારા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ગાંધીનગર અને અમદાવાદ જેવા દૂરના શહેરોમાં જવું પડતું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સમક્ષ રજૂઆત કરાઈ હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ બજેટ સત્ર દરમિયાન દિલ્હીમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમની રજૂઆત બાદ રક્ષા મંત્રાલય (ભારત) હેઠળ હિંમતનગરમાં કેન્ટીન સ્ટોર્સ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે 25,000થી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારજનોને સીધો લાભ મળશે. હવે તેમને જીવન જરૂરી વસ્તુઓ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં અને હિંમતનગર ખાતે યોગ્ય દરે સામાન ઉપલબ્ધ થશે. સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય પૂર્વ સૈનિકોના સન્માન, સુવિધા અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.      

સંબંધિત સમાચાર