રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા17 એપ્રિલ, 2026| Super Admin

ડીસાના રાજપુર લોધાવાસમાં અસામાજિક તત્વોનો આતંક : કાયદો અને વ્યવસ્થા સામે સવાલ

ડીસાના રાજપુર લોધાવાસમાં અસામાજિક તત્વોનો આતંક : કાયદો અને વ્યવસ્થા સામે સવાલ

રાત્રે ખુલ્લેઆમ દારૂ પાર્ટી, તૂટેલી બોટલો અને ગંદકીથી લોકો પરેશાન – રહેવાસીઓમાં ભય અને રોષ, કડક કાર્યવાહીની માંગ

ડીસા શહેરના રાજપુર લોધા વાસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાના આક્ષેપો રહીશોમાં ઉઠી રહ્યા છે. પોલીસ ચોકીથી નજીક આવેલા આ વિસ્તારમાં રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા બેફામ હરકતો કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, કેટલાક તત્વો રોજ રાત્રે લોકોના ઘરોની સામે, ઓટલાઓ અને દુકાનોની આસપાસ બેસી ખુલ્લેઆમ દારૂનું સેવન કરે છે. દારૂ પીધા બાદ ખાલી બોટલો અને કચરો ઘરઆંગણે અને દુકાનો આગળ ફેંકી દેવામાં આવતા વિસ્તાર ગંદકીથી ગંધાઈ ઉઠ્યો છે. આ પરિસ્થિતિને કારણે રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. “રાત્રે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, ખાસ કરીને મહિલાઓ અને વડીલો માટે સ્થિતિ વધુ ચિંતાજનક છે,” એમ એક રહેવાસીએ જણાવ્યું હતું.

સ્થાનિક વેપારીઓએ પણ આ સમસ્યાને ગંભીર ગણાવી છે. તેઓના જણાવ્યા મુજબ, દરરોજ સવારે દુકાનો આગળ તૂટેલી બોટલો અને કચરો જોવા મળે છે, જેના કારણે ગ્રાહકો પર નકારાત્મક અસર પડે છે અને વેપારને પણ નુકસાન થાય છે.રહેવાસીઓનો દાવો છે કે તેઓએ અનેક વખત પોલીસ સમક્ષ મૌખિક રજૂઆત કરી છે, છતાં હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. પોલીસ ચોકી નજીક હોવા છતાં કાયદાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવા પર લોકોમાં નારાજગી વ્યાપી છે. હાલ રહેવાસીઓએ પોલીસ તંત્રને રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. લોકોમાં ચિંતા છે કે સમયસર પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ વિકરાળ બની શકે છે.

સંબંધિત સમાચાર