રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ23 મે, 2026| Super Admin

પાટણમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક યોજાઈ

પાટણમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક યોજાઈ

તકેદારી આયુક્તે ભ્રષ્ટાચાર નિવારણની સમીક્ષા કરી, વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ પણ કરાયું

પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તકેદારી આયુક્ત સંગીતા સિંહ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.આ બેઠકમાં તકેદારી આયુક્ત દ્વારા લોક ફરિયાદો અને અરજીઓના નિકાલ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વહીવટી પારદર્શિતા વધારવા અને ભ્રષ્ટાચાર નિવારણ માટે વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ પણ કરાયું હતું.બેઠક દરમિયાન, આયોગ દ્વારા મોકલવામાં આવેલી અરજીઓ પર થયેલી કાર્યવાહી અને તેના નિયમાનુસાર અહેવાલ મોકલવા બાબતે ચર્ચા થઈ હતી. જિલ્લા કક્ષાની કચેરીઓમાં પ્રાથમિક તપાસ હેઠળના કેસોની સ્થિતિ, સાંસદો અને ધારાસભ્યો દ્વારા કરાયેલી તકેદારીલક્ષી રજૂઆતો તેમજ વર્તમાન

પત્રોમાં પ્રકાશિત સમાચારો અંગે થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત, એન્ટી કરપ્શન બ્યુરો (ACB) તરફથી રજૂ થતા કેસો, તપાસ હેઠળના કેસો, ચાર્જશીટ અને કોર્ટમાં પડતર કેસોની સ્થિતિ અંગે સભ્ય અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.તકેદારી આયોગ દ્વારા મંગાવવામાં આવેલા હકીકતલક્ષી અહેવાલો અને ક્ષેત્રીય નિરીક્ષણ સહિત નિવારાત્મક તકેદારી નિરિક્ષણ (Preventive Vigilance Inspection) જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. વ્યવસ્થા અને પદ્ધતિમાં સુધારા લાવવા માટે લેવાયેલા પગલાં ઉપરાંત માહિતી અધિકાર અધિનિયમ અને પબ્લિક સર્વિસીસ ડિલિવરી એક્ટ અંતર્ગત થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.ડી વણઝારા, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી સહિત સમિતિના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર