રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 જૂન, 2026| Super Admin

પાટણ સાયબર ફ્રોડમાં સંડોવાયેલ વધુ એક આરોપી ઝડપાયો

પાટણ સાયબર ફ્રોડમાં સંડોવાયેલ વધુ એક આરોપી ઝડપાયો

પોલીસે કોર્ટેમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતાં આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પાટણ જિલ્લાના કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત અગાઉ 14 આરોપીઓની ધરપકડ કરાયા બાદ, ફરાર થયેલા 7 આરોપીઓ પૈકીના એક આરોપી હર્ષદ ઠક્કરને પોલીસે ઝડપી પાડયો છે. નામદાર કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તેની ઓફિસ ખાતે પંચનામા સહિતની કાયદેસરની તપાસ તેજ કરી છે. પાટણ જિલ્લામાં સામે આવેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના કૌભાંડમાં સાયબર ક્રાઈમ પોલીસે તપાસ વ્યાપક બનાવી છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત અગાઉ આ કેસમાં સામેલ 14 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ કાર્યવાહી બાદ આ ગુનામાં સંડોવાયેલા અન્ય 7 આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા, જેમાંથી મૂળ વારાહી ના વતની અને હાલ પાટણ ખાતે રહેતા આરોપી હર્ષદ ઠક્કરને શોધવામાં પોલીસને સફળતા મળી છે અને તેની વિધિવત અટકાયત કરવામાં આવી છે.પકડાયેલા આરોપી હર્ષદ ઠક્કરને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે ગુનાની ગંભીરતા અને વધુ કડીઓ મેળવવા માટે કોર્ટ પાસે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે રજૂ કરેલી દલીલો અને રિમાન્ડ અરજીને ગ્રાહ્ય રાખતા નામદાર કોર્ટે આરોપી હર્ષદ ઠક્કરના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી રહી છે.સાયબર ફ્રોડ કૌભાંડની વિગતો મુજબ, આરોપીઓએ હારીજ નાગરિક બેંકમાં જુદા જુદા વ્યક્તિઓના નામે બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. 

આ ખોલાવેલા બેંક ખાતાઓને આરોપીઓએ ભાડે મેળવી લીધા હતા. આ ભાડે રાખવામાં આવેલા બેંક ખાતાઓનો ઉપયોગ સમગ્ર દેશમાં અલગ-અલગ જગ્યાએ સાયબર ક્રાઈમ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો. આ ભાડે રાખેલા ખાતાઓ દ્વારા આચરવામાં આવેલા ફ્રોડ અંગે સમગ્ર દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 228 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા જ પાટણ સાયબર પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે આરોપી હર્ષદ ઠક્કરને સાથે રાખીને પાટણ સ્થિત તેની ઓફિસ ખાતે તપાસનો દોર લંબાવ્યો હતો. ઓફિસ સર્ચ દરમિયાન પોલીસે જરૂરી પુરાવા એકત્રિત કરી પંચનામાની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. આ કરોડો રૂપિયાના સાયબર કૌભાંડના કેસમાં હજુ પણ ફરાર અન્ય 6 આરોપીઓને પકડી પાડવા માટે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં શોધ ખોળ અને ચક્રો ગતિમાન રાખવામાં આવ્યા છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર