રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ડિસેમ્બર, 2024| Super Admin

અમીરગઢ બજાર સજજડ બંધ...ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા વેપારીઓ આગળ આવ્યા

અમીરગઢ બજાર સજજડ બંધ...ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા વેપારીઓ આગળ આવ્યા

અમીરગઢ તાલુકામાં વધતા જતાં ગુનાહિત પ્રવૃત્તિ ને અટકાવવા માટે શુક્રવારે અમીરગઢ વેપારી મંડળ દ્વારા બજાર બંધ રાખી વિરોધ વ્યકત કર્યો હતો જોકે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. અમીરગઢ રેલવે વિસ્તારમાં ગત મોડી સાંજે એક સોની યુવક પર અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવા માં આવ્યો હતો અને તેઓ ને ઇજા પહોંચાડી મોબાઈલ સહિત રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ ધટના ની જાણ થતાં લોકોના ઘટના સ્થળે ટોળેટોળાં ઉમટી પડયા હતાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા નબળાઈ દાખવવા માં આવતા શુક્રવારે વેપારી મંડળ દ્વારા બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતાં અને પોલીસ તરફ થી પડતી સુરક્ષા ને લઇ તકલીફો અંગે રજૂઆત કરતા અમીરગઢ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. 

જો કે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા જિલ્લા પોલીસ વડા પર ગુનાહિત પ્રવૃત્તિ ને લઇ અનેક આક્ષેપ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓ ને પકડવા માટેની 24 કલાકની મુદત માંગતા બજારો બપોરે ખુલી ગયા હતા પરંતુ 24 કલાકમાં પોલીસ તંત્ર કામ નહિ કરે તો વેપારીઓ સોમવાર થી પુનઃ ધરણાં પ્રદર્શન કરશે..

સંબંધિત સમાચાર