રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 એપ્રિલ, 2025| Super Admin

આગામી તા.15 થી 17 એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ,૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ -વેની સુવિધા બંધ રખાશે

આગામી તા.15 થી 17 એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ,૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ -વેની સુવિધા બંધ રખાશે
મધમાખી (મધપુડા) દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે લેવાયો નિર્ણય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મૂળ શક્તિપીઠ ગબ્બર ખાતે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે. રોપ-વે મારફતે પણ યાત્રાળુઓ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા જાય છે. યાત્રાળુઓના દર્શનપથ, ૫૧ શક્તિપીઠ પરિક્રમા તેમજ ગબ્બરની અન્ય જગ્યાઓએ મોટી માત્રામાં મધપૂડા (મધમાખી) થયેલા છે. હાલની ઉનાળાની ઋતુમાં મધમાખીઓ વારંવાર ઉડવાના કારણે યાત્રિકોની સલામતી જોખમાય છે. યાત્રિકોના અવર-જવરવાળા વિસ્તારમાં ગબ્બર ટોચ તથા પરિક્રમા માર્ગમાં મધપૂડા ઉડવાના કારણે હાલમાં યાત્રાળુઓને તકલીફ ઉત્પન્ન થયેલ છે. યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા હોય ગબ્બર ખાતે મધમાખી (મધપુડા) દૂર કરવાની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું છે. આગામી તા.15/04/2025 થી તા.17/04/2025 સુધી મધપૂડા (મધમાખી) ઉડાડવા અને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરાશે. યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ ગબ્બર ટોચ ખાતે દર્શન, ૫૧ શક્તિપીઠ પરિક્રમા દર્શન તથા રોપ-વેની સુવિધા આ સમયગાળા માટે યાત્રિકોના પ્રવેશ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે જેથી આ સમયગાળા દરમિયાન ગબ્બર ટોચ, ૫૧ શક્તિપીઠ પરિક્રમા ખાતે દર્શન તથા રોપ-વે સુવિધા યાત્રાળુઓ માટે બંધ રહેશે. તા.18/04/2025 થી ગબ્બર ખાતે રાબેતા મુજબ દર્શન અને રોપ- વેની સુવિધા શરૂ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા અંબાજી વહીવટદાર દ્વારા અનુરોધ કરાયો છે.

સંબંધિત સમાચાર